પાકિસ્તાન – નંગા ન્હાયેગા ક્યા ઔર નીચોયેગા ક્યા?

વર્લ્ડ ટી-20 માટે ભારત સરકાર પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયાને વિઝા આપવા માટે તૈયાર. ભારત સરકાર આ શા માટે કરી રહી છે, આમાં કયો માસ્ટર સ્ટ્રોક છે એ તો ભારત સરકાર ને જ ખબર. પાકિસ્તાન ખાડે પડેલો દેશ છે. નંગા ન્હાયેગા ક્યા ઔર નીચોયેગા ક્યા જેવી એની હાલત છે. જેને જાણ ના હોય એને જાણ થાય … Continue reading પાકિસ્તાન – નંગા ન્હાયેગા ક્યા ઔર નીચોયેગા ક્યા?

મહામારીની વૈશ્વિક સમસ્યા પર રાજકારણ કરવું ખોટું છે

કોરોના પર રાજકારણ ના થવું જોઈએ પણ થઇ રહ્યું છે. હજી એક મહિના પહેલાં જ લખેલું કે આ મહામારીમાં દરેક તકવાદીઓએ પોતપોતાની રીતે તાપણાં પણ રોટલાં શેકી લીધા, શેકી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ શેકતાં રહેશે. ભાજપ, કોંગ્રેસ હોય કે પછી આપ, ઇસ હમામ મેં સબ નંગે હૈ. ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શન વિષે ચાલતાં વિવાદને લઈને … Continue reading મહામારીની વૈશ્વિક સમસ્યા પર રાજકારણ કરવું ખોટું છે

કોરોના રિટર્ન્સ

કોઈ કહેશે કોરોના ગયો જ ક્યાં હતો કે પાછો આવ્યો? એ તો અહીં જ હતો. કોઈ કહેશે હવે કોરોનાની સાથે જ જીવતાં (કે મરતાં) શીખી જાવ. આમાં દરેક તકવાદીઓએ પોતપોતાની રીતે તાપણાં પણ રોટલાં શેકી લીધા, શેકી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ શેકતાં રહેશે. ચૂંટણીઓ આવી એટલે કોરોના જતો રહ્યો. ભાજપ, કોંગ્રેસ હોય કે પછી … Continue reading કોરોના રિટર્ન્સ

અ ગ્લોબલ પેંડેમીક

ઓક્ટોબર 2013 - આર્કટિક સમુદ્ર ની નજીક બર્ફીલા પહાડી વિસ્તારમાં બે અમેરિકી વિજ્ઞાનીઓ - ડો. રેચલ (અમેરિકન મૂળ નાં ) અને ડો. કવિન્સી (રશિયન મૂળ નાં ) પક્ષીઓ પર સંશોધન કરી રહ્યા છે. એમની સાથે 2-3 અમેરિકી સૈનિકો પણ છે, જે આજુ બાજુ પહેરો ભરી રહ્યા છે. અચાનક તેમના પર બરફની ગાડીઓ પર આવીને અમુક … Continue reading અ ગ્લોબલ પેંડેમીક

પૈસાનું રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) શા માટે કરવું જોઈએ?

શાળા-કોલેજનું ભણતર આપણને બહેતર ભવિષ્ય માટે તૈયાર કરે છે. શાળા-કોલેજ પત્યા પછી માણસ પોતાની લાયકાત અને મહેનત અનુસાર નોકરી કે ધંધો કરી પૈસા કમાવાની શરૂઆત કરે છે. જીવન જીવવા પૈસા જરૂરી છે એ બાબતે મજૂર વર્ગ થી લઈને માલદાર સુધી દરેક વર્ગ સહમત છે. આવક, જરૂરિયાત, અને રહેણી-કરણી ના હિસાબે માણસ ક્યાં તો પૈસાનો વપરાશ … Continue reading પૈસાનું રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) શા માટે કરવું જોઈએ?

મોટિવેશનલ હોલીવુડ મુવીઝ

જીવનમાં હતાશા હોય, જગ સુના સુના લાગે, હૃદય ભગ્ન થયું હોય કે પછી હિમાલય પર જવાની ઈચ્છા થઇ આવે ત્યારે માનવીને મોટિવેશન એટલે કે પ્રેરણાની જરૂર પડે છે (પ્રેરણા એટલે કોઈ છોકરીનું નામ નહિ). માનવી હતાશ કે નાસીપાસ કોઈ પણ કારણોથી થઇ શકે છે. ગ્રેટાનું થોબડું જોઈને પણ માનવી ડેમોટિવેટ થઇ શકે અને સ્વરા ના … Continue reading મોટિવેશનલ હોલીવુડ મુવીઝ

સ્ટેન્ડ

સ્ટેન્ડ લેવો એટલે શું? કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેમાં એક કરતાં વધારે મત (ઓપિનિયન) હોય એમાં પોતાનો સ્પષ્ટ ટેકો કોઈ એક મત માટે જાહેર કરવો. સ્ટેન્ડ લેવો સમયે શું ધ્યાન રાખવું? માણસ જોઈ ને સ્ટેન્ડ ના લેવાય. પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને સત્ય/ન્યાય જે બાજુ હોય તેનો પક્ષ લેવો, પછી ભલે સત્ય/ન્યાય સ્વજનોની વિરુદ્ધ હોય. … Continue reading સ્ટેન્ડ

રાજાશાહી થી લોકશાહી : મુઘલોની અને અંગ્રેજોની ગુલામી – દેશી રજવાડાંની ગુલામી – ભારતની આઝાદી

હાલમાં એક પુસ્તક વાંચ્યું. સ્વામી સચ્ચિદાનંદનું "જુનાગઢનો આઝાદી જંગ". 80 પાનાનું આ નાનકડું પુસ્તક માહિતીનો ખજાનો છે. આ પુસ્તક ફકત જૂનાગઢ નહિ પણ આખા ભારતના દેશી રજવાડાં કોણ હતાં, કેવી રીતે રાજ કરતાં હતાં, અંગ્રેજોની ભૂમિકા કેવી હતી, સરદાર વલ્લભ ભાઈ પટેલે ‘શા માટે’ અને ‘કેવી રીતે’ રજવાડાંઓને એક કરવા મહેનત કરવી પડી એની માહિતી … Continue reading રાજાશાહી થી લોકશાહી : મુઘલોની અને અંગ્રેજોની ગુલામી – દેશી રજવાડાંની ગુલામી – ભારતની આઝાદી

યુદ્ધ ‘૧૯૬૫

૨ ઓક્ટોબર, ૨૦૨૦ - એસ પ્રેડિક્ટેડ, ગાંધીજીને વખોડતા, ગોડસેને જસ્ટીફાઈ કરતાં, લાલ બહાદુર શાસ્ત્રીને કેમ ભૂલી ગયા વગેરે વગેરે પોસ્ટ્સ ફરતી થઇ ગઈ છે. શાસ્ત્રીજીને નીચે બતાવાનો કોઈ ઈરાદો નથી પણ એક વાત કહેવી છે. શાસ્ત્રીજીએ "જય જવાન જય કિસાન"નો નારો આપેલો.એપ્રિલ ૯, ૧૯૬૫ ના રોજ પાકિસ્તાને ગુજરાત સરહદે કચ્છના રણનો ૨૩૩૦૯ ચોરસ કિમી પૈકી … Continue reading યુદ્ધ ‘૧૯૬૫