કલબલાટ

ક્યારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…

બળ, બુદ્ધિ અને વાણી

with 6 comments

સામે નિર્બળ હોય કે બળવાન, બળપ્રયોગ બને ત્યાં સુધી ટાળવો. મોટે ભાગે બળપ્રયોગ કરતા બુદ્ધીપ્રયોગ વધારે સાર્થક નિવડે છે. હા, બુદ્ધિ “ના” હોય તો અલગ વાત છે. :D

બળપ્રયોગ અને બુદ્ધીપ્રયોગ ની વચ્ચે આવે છે, વાણીપ્રયોગ (સૌથી ઘાતક). ક્યારે બોલવું, શું બોલવું, કોની સામે બોલવું, બોલવાની જરૂર છે ખરી? એ વિચાર્યા વગર બોલવું – એ બધું ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે.

નાની નાની વાતોને ખેંચવી કે ન જેવી વાતોમાં મગજને ગરમ કરવું એ નિર્બળતાની નિશાની છે. દરેક પ્રોબ્લેમના સોલ્યુસન ઠંડા મગજથી વિચારવા. જયારે મગજમાં હથોડા વાગતા હોય (જેમ કે હમણાં તમને આ વાંચતા લાગી રહ્યા છે તેવા), ત્યારે મગજને કહેવું કે ચીલ ઢોંઢું!

“મુર્ખાઓ બોલતા હોય ત્યારે ચુપ રહેવું” એ જૂની વાત છે. નવું વર્સન આ રહ્યું: “મૂરખાઓ બોલતા હોય ત્યારે, તમારી વાતને એવી રીતે રજુ કરો કે, બીજીવાર એ મુર્ખ પ્રાણીઓ વિચાર્યા વગર ના બોલે”

જયારે રસપ્રદ ચર્ચા ચાલતી હોય અને દરેકના અભિપ્રાયની જરૂર હોય ત્યારે, જેમ્સ બોન્ડની જેમ ફક્ત જોયા કરવું અને કઈ ના બોલવું, એ તમને મહાન માણસમાં (કાં તો મુર્ખ માણસમાં) ખપાવી શકે છે. “કોઈ પૂછે તો જ બોલવું” એવો ખોટો દંભ છોડી જ્યાં જરૂર હોય ત્યાં બોલવું!

નોંધ: હું જે લખી રહ્યો છું, તે જ હું બોલી રહ્યો છું, એમ ધારી લેવું નહિ !! ;)

Written by નિલેશ ગામીત

February 22, 2012 at 4:53 am

6 Responses

Subscribe to comments with RSS.

  1. સત્ય છે …. :) તમારા વિચાર સાથે હું સહમત છું …..

    Vihang Joshi

    February 22, 2012 at 5:25 am

  2. હું જ્યારે ખોટો હોઉં ત્યારે બોલતો નથી :P

    Kartik

    February 22, 2012 at 5:55 am

  3. વાત તો બધ્ધી મુદ્દાની કરી. સ્પેશીયલી, આ બહુ ગમ્યું… “ચીલ ઢોંઢું !” ;)


અહી રીપ્લાય કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 508 other followers